પ્રિતેશ પટેલ ,વાંસદા
વાત્સલ્યમ્ સમાચાર
વાંસદા તાલુકામાં બે દિવસ અગાઉ પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડા સાથે પડેલા કરાને લઈ ઊભા પાક અને કેરીના પાક તથા ઘરો ઉપરથી ઉડેલા પતરાથી ઘરોનું અનાજ બગડી જતા વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય વળતર આપવા માંગ કરી છે. વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકામાં બે દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડા સાથે પડેલા કરાને લઈ ઘણાં ખેડૂતોના ઊભા પાક ડાંગર અને ઉનાળુ કઠોળ તથા કેરીપાકને નુકસાન થયું હતું. વાવાઝોડાને લઈ તાલુકાના ઘણાં ગામોમાં વૃક્ષ પડી જવાથી વીજ થાંભલા પણ જમીનદોસ્ત થયા હતા અને વીજડૂલ પણ રહી હતી. વૃક્ષ પડવાથી અને પવન ફૂંકાવાના કારણે ઘરોના પતરા તથા નળિયા હવામાં ઉડી જતા ઘર માલિકોની ઘર સામગ્રી સાથે અનાજ ભીંજાઈ જતા નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો હતો. જેથી કોંગ્રેસ પ્રમુખ નિકુંજ ગાંવિત, યુવક કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઈ, જિલ્લા પંચાયત સભ્ય ચંપાબેન, વિપક્ષ નેતા હસમુખભાઈ, મહેશભાઈ, રાજુભાઈ, પ્રદેશ મહામંત્રી ઈલિયાસ પ્રાણીયા સહિત કોંગ્રેસ આગેવાનો હાજર રહી હતા.