GUJARATJETPURRAJKOT

જેતપુરમાં નોંધણી કરાવ્યા વગર મકાન ભાડે આપનાર 13 માલિક સામે ગુનો નોંધી અટકાયત કરાઈ

તા.૯/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટમાં પકડાયેલ આંતકવાદીનું જેતપુર કનેક્શન ખુલ્યું હોવાના અને જેતપુરમાં પણ 300 જેટલાં બંગાળી કારીગરો કામ કરતા હોવાથી એસઓજી દ્વારા જેતપુરમાં તપાસ હાથ ધરી ૧૩ ,જેટલા મકાન માલિકો સામે પોલીસમાં નોંધણી કર્યા વગર મકાન ભાડે આપવાનો જીલા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગની ફરીયાદ નોંધી તમામની અટકાયત કરી હતી.

અલકાયદા સાથે સબંધ રાખવાના તેમજ કોઈ મોટી આંતકવાદી ઘટનાને અંજામ આપે તે પહેલાં જ એટીએસ દ્વારા ત્રણ આંતકવાદીઓની રાજકોટમાંથી ધરપકડ કરી હતી. આ ત્રણ આંતકવાદીઓ મૂળ બંગાળના વતની અને સોની કારીગર બનીને આભૂષણો ઘડવાના કારીગરના રૂપમાં રાજકોટમાં રહેતા હતાં. ત્રણેયને જેણે કામ ઉપર રાખ્યા હતાં તેને કે જ્યાં રહેતા હતા ત્યાં આ તેણેય આંતકવાદી હોવાની કોઈને જરા પણ ખ્યાલ પણ ન હતો આવ્યો. પરંતુ એટીએસના રડારમાં આંતકવાદીઓની સંદિગ્ધ કામગીરી આવી જતાં ત્રણેયની સમયસર ધરપકડ થઈ જતાં કોઈ મોટી આંતકવાદી ઘટના બનતા રહી ગઈ હતી.

પરપ્રાંતિય સોની કારીગરોના રૂપમાં આંતકવાદીઓ ઘરમાં રહેવા લાગે તેવી ઘટના ફરી ન બને તેની સાવધાનાના પગલાંરૂપે પોલીસે પરપ્રાંતિય લોકોને મકાન ભાડે આપતા પહેલા પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાના જીલા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું અમલ ન કરનાર મકાન માલિક સામે જાહેરનામા ભંગની ફરીયાદ નોંધવા લાગી છે. જેમાં જેતપુર શહેરમાં પણ ૩૦૦ જેટલાં બંગાળી કારીગરો રહેતા હોવાથી આજે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) સફાળું જાગી સોની બઝારમાં તપાસ હાથ ધરી હતી. અને કારીગરોને જે લોકોએ મકાન ભાડે આપ્યાં છે તેઓએ સીટી પોલીસમાં નોંધણી કરાવી છે કે નહીં તેવી પૂછપરછ કરતા અત્યાર સુધીમાં ૧૩ જેટલા મકાન માલિકોએ આવી કોઇ નોંધણી કરાવી ન હોવાનું બહાર આવતા. એસઓજીએ તમામ ૧૩ લોકો સામે આઇપીસી ૧૮૮ જીલા મેજીસ્ટ્રેટના જાહેરનામા ભંગની પોલીસ ફરીયાદ નોંધાવી તમામની અટકાયત કરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button