GUJARATLUNAWADAMAHISAGAR

આગામી ચોમાસાને અનુલક્ષીને પ્રિ-મોન્સૂન કામગીરી માટે જિલ્લા કલેકટર  નેહા કુમારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

આગામી ચોમાસાને અનુલક્ષીને પ્રિ-મોન્સૂન કામગીરી માટે જિલ્લા કલેકટર  નેહા કુમારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

આગામી વર્ષાઋતુના આગોતરા આયોજન સંદર્ભે જિલ્લામાં સંભવિત પૂર, વાવાઝોડું અને ભારે વરસાદની સંભાવનાને પહોંચી વળવા, તમામ તૈયારીઓ કરવા અને વિભાગીય કામગીરીની સમીક્ષા સહ ચર્ચા-વિચારણા માટે કલેકટર  નેહા કુમારીના અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે કલેકટર કચેરી હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં પ્રિ-મોન્સુન દરમિયાન દરેક વિભાગે કરવાની થતી કામગીરીની પૂર્વસમીક્ષા કરી કલેક્ટરે ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું, તેમજ દરેક વિભાગે પોતાના હસ્તકની કામગીરી જવાબદારીપૂર્વક અને સતર્કતાથી કરવા અંગે આવશ્યક સૂચનો કર્યા હતા. જિલ્લા, તાલુકાકક્ષાના અધિકારીઓ કોઈ પણ વિકટ સ્થિતિને પહોંચી વળવા સતર્ક રહે એમ જણાવ્યું હતું.

જિલ્લામાં ભારે પૂર અને વરસાદને કારણે ઊભી થતી પરિસ્થિતિ સામે કંટ્રોલરૂમ સતત કાર્યરત રાખવા તેમજ માનવમૃત્યુ,પશુમૃત્યુ, ઘર અને વૃક્ષો પડવા સહિત નાનામાં નાની ઘટનાની વિગતો કંટ્રોલરૂમને તુરંત પૂરી પાડવા, રાહત બચાવની ટીમોને સજ્જ કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.

 

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button