
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરી જરૂરી સૂચનો આપતા જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે
નવસારી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન પ્રિપેરેશન બેઠક નું આયોજન કરાયું હતુ. બેઠકમાં આગામી સમયમાં વરસાદ દરમિયાન થતા સંભવિત નુકસાન સામે કઇ રીતે પહોંચી વળવું અને તે માટે પુર્વ તૈયારીઓ કરવી તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
<span;>બેઠકમાં પ્રિ-મોન્સુન સમયગાળા દરમિયાન દરેક વિભાગે કરવાની થતી કામગીરીની પૂર્વસમીક્ષા કરી કલેક્ટરશ્રીએ ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું, તેમજ દરેક વિભાગે પોતાના હસ્તકની કામગીરી જવાબદારીપૂર્વક અને સતર્કતાથી કરવા અંગે આવશ્યક સૂચનો કર્યા હતા. જિલ્લા, તાલુકાકક્ષાના અધિકારીઓ કોઈ પણ વિકટ સ્થિતિને પહોંચી વળવા સતર્ક રહે એમ જણાવ્યું હતું.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી કેતન જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાય .બી. ઝાલા ,નાયબ કલેકટરશ્રીઓ ,પ્રાંત અધિકારીશ્રીઓ , તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ , ડિઝાસ્ટર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









