
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સાધુ સંતો ભગતોની આગેવાનીમાં ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના આગેવાનો સાથે વઘઇ તાલુકા કક્ષાની બેઠક યોજાઇ હતી.
અયોધ્યા શ્રીરામ જન્મ ભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આખા ભારત દેશમાં 22 જાન્યુઆરી રાખવામાં આવેલ છે.શ્રીરામ મંદિર માટે 500 વર્ષથી પણ વધારે સમયથી હિન્દૂ સમાજે પ્રતીક્ષા કરી હજારો રામભક્તો એ બલિદાન આપ્યા અસંખ્ય સાધુ સંતોએ સંઘર્ષ કર્યો
રાજા મહારાજાઓના સમયથી યુદ્ધો થયા ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ભવ્ય રામ મંદિર બન્યો
પૂજ્ય સાધ્વી યશોદા દીદી ,પૂજ્ય સાધ્વી હેતલ દીદી ,રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સંઘ ચાલક કૃષ્ણકાંતભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ સંજયભાઈ વ્યવહારે, વી,એસ,પીના મંત્રી રવિભાઈ સૂર્યવંશી ,કાળુભાઇ પવાર, સહિત વિવિધ સંસ્થાઓના આગેવાનો ,કાર્યકર્તા આગેવાનો ભગતોની બેઠક રાખવામાં આવી હતી જેમાં ભગતો સાધુ સંતો તથા યશોદા દીદી દ્વારા સમાજને આહવાન આવ્યું છે કે 22 મી.જાન્યુઆરી દરેક ગામોમાં દરેક ફળિયામાં દરેક મંદિરે દરેક ઘરે-ઘરે ભગવી ઝંડીઓ તેમજ લાઇટિંગથી સજાવવામાં આવે, દિવા પ્રગટાવે અને તમામ રામ ભક્તો મંદિરોમાં ભેગા થઈ ભજન સત્સંગ કીર્તન હનુમાન ચાલીસા આરતી ધૂપ ધ્યાન કરી સમગ્ર વાતાવરણ ભક્તિમય બને રામ મય બને તેમજ મહાપ્રશાદીનો સમગ્ર ગ્રામજનોએ લાભ લે તેવો આહવાન કરવામાં આવ્યો હતો.તેમજ 22મી જાન્યુઆરીએ ગામેગામ એલઇડી લગાવી જાહેરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યકમ નિહાળી ભક્તિમય વાતાવરણનો ભાવિક રામ ભક્તો લાભ લે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવો ડાંગ જિલ્લાનાં સાધુ સંતો અને ભગતો દ્વારા આહવાન કરવામાં આવ્યો હતો. જ્યારે 1 થી 15મી જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય સ્વયં સેવકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ અક્ષત – સાહિત્ય ,સ્ટીકર,ફોટાઓ આપવા આપણાં ઘરે ઘરે સંપર્ક કરવા માટે આવશે









