હિંમતનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં પોસ્ટલ બેલેટ અંગે બેઠક યોજાઇ

હિંમતનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં પોસ્ટલ બેલેટ અંગે બેઠક યોજાઇ
**********
સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સમાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં પોસ્ટલ બેલેટની કામગીરી અંગે બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં ૫- સાબરકાંઠા સંસદીય મતવિસ્તારના તમામ 07 વિધાનસભા મતવિસ્તારની ચૂંટણીમાં ફરજ પર રહેનારા ગૃહ વિભાગના પોલીસ SRP, હોમગાર્ડસ અને જી.આર.ડી અને ટ્રાફિક ટી.આર.પી.ના જવાનો સહિત અધિકારી કર્મચારીઓ ચૂંટણી પંચની સુચના મુજબ પોસ્ટર બેલેટથી મતદાન દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટની વય્વસ્થા ગોઠવવામાં આવે છે. જે અંતર્ગત ૫- સાબરકાંઠા સંસદીય મતવિસ્તારના તમામ 07 વિધાનસભા મતદાર વિભાગના પોસ્ટલ બેલેટની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને આગામી સમયમાં કરવાની થતી પોસ્ટલ બેલેટની કામગીરી અને તાલીમ અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટની કામગીરી અંગેની ગાઇડ લાઇન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ણા વાઘેલા, નાયબ ચૂંટણી અધિકારીશ્રી ભુમિબેન કેશવાલા,બંન્ને જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ સહિત અમલીકરણ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા








