NATIONAL

વિશ્વમાં સૌથી વધુ ક્રાઈમરેટ ધરાવતા શહેરોની યાદીમાં સુરત, અમદાવાદ અને વડોદરાનો સમાવેશ

વિશ્વભરમાં બનતી ક્રાઈમ ઘટનાઓનો ડેટાબેઝ તૈયાર કરતી દિગ્ગજ સંસ્થા નુમ્બેઓએ સૌથી વધુ ક્રાઈમરેટ ધરાવતા 333 શહેરોની યાદી જાહેર કરી છે. તેમાં સૌથી પહેલા ક્રમે દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલાનું કરાકસ શહેર છે, જ્યાં સૌથી વધુ ક્રાઈમની ઘટનાઓ બને છે, જ્યારે આ યાદીમાં ભારત (India)ના 15 શહેરો પણ સામેલ છે. નુમ્બેઓની ક્રાઈમરેટની રેન્કિંગ મુજબ કરાકસ બાદ બીજા ક્રમે દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયાનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ-20 ક્રિમિનલ ક્રાઈમરેટ ધરાવતા શહેરોમાં સાઉથ આફ્રિકાના પાંચ શહેર, અમેરિકાના અને બ્રાઝિલના ચાર-ચાર, પપુઆ ન્યુ ગીની, હોન્ડુરસ, ટ્રિનિદાદ અને ટોબેગો, અર્જેન્ટીના, ઈક્વાડોર, મેક્સિકોના 1-1 શહેરનો સમાવેશ થાય છે.
આ યાદીમાં ભારતના 15 શહેરોના નામ પણ સામેલ છે. આમાં દિલ્હી 70માં ક્રમાંકે, નોઈડા 87, ગુડગાંવ 95, બેંગ્લોર 102, ઈન્દોર 136, કોલકાતા 159, મુંબઈ 169, હૈદરાબાદ 174, ચંડીગઢ 177, પુણે 184, ચેન્નાઈ 204, નવી મુંબઈ 224, સુરત (Surat) 238, અમદાવાદ (Ahmedabad) 248 અને વડોદરા (Vadodara) 256 ક્રમાંકે છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button