

22 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ વિનય વિદ્યા મંદિર માં માતૃભાષા દિન નિમિત્તે શાળાના વિદ્યાર્થી ભાઈઓ – બહેનો દ્વારા સુંદર રીતે ઊજવણી કરવામાં આવી હતી.જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.અને બાઇસેગ પર શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતા માં યોજાયેલા કાર્યક્રમને નિહાળવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય શ્રી ઇશ્વરભાઇ બી. પટેલ દ્વારા બાળકોને માતૃભાષાના મહત્વ વિશે સુંદર છણાવટ કરવામાં આવી હતી.આપ્રસંગે શાળાના સુપરવાઈઝર નટવરલાલ શેખલિયા,ઓ.એસ.નાથાભાઈ પટેલ,બી. બી.ચૌધરી, વાઘાભાઈ પટેલ,દેવરાજભાઈ પટેલ,જેવરાજભાઈ પીલિયાતર,ખાનાભાઈ વણકર, ભગીરથભાઈ ચૌધરી,દિનેશભાઇ પટેલ, હરેશભાઇ ચૌધરી,બબીબેન ચૌધરી, વિપુલભાઈ ચૌધરી, જીતુભાઈ કુંભાર,ભરતભાઇ લીંબાચિયા,ગૌરવભાઇ પટેલ,નારણભાઇ કુચેલ,તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.







