
તા.૦૬.૦૩.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
દાહોદ રેલ્વે સ્ટેશન પર અવંતિકા એક્સપ્રેસ ગાડીમાં ઉજજૈન થી બોમ્બે જતા દાહોદ રેલ્વે સ્ટેશન પર એક વ્યક્તિને છાતીમાં અચાનક દુખાવો પડતા વ્યક્તિનો મોત
ઉજ્જૈનથી પરિવાર સાથે બોમ્બે જતા ૭૦ વર્ષીય વૃદ્ધ ઇસમની તબિયત લથડતા સારવાર મળે એ પહેલા ઈસમનું મોત નીપજ્યું દાહોદ રેલ્વે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ
આજરોજ તા.૦૬.૦૩.૨૦૨૪ બુધવારના રોજ વાત કરીયેતો મધ્ય પ્રદેશના ઇન્દોરમાં રહેતો પરિવાર અવંતિકા એક્સપ્રેસમાં સવાર થઈ કઈ કામ અર્થે બોમ્બે જઈ રહ્યા હતા ત્યારે અવંતિકા ટ્રેનમાં સવાર ૭૦ વર્ષીય વૃદ્ધ ઈસમની દાહોદ આવતા અચાનકજ તબિયત લઠળતા જેની જાણ ટીટીને કરતા દાહોદ રેલ્વે પોલીસનો તાતકાલિક સંપક્ર કરતા દાહોદ રેલ્વે પોલીસે ૧૦૮ને જાણ કરી હતી અને અવંતિકા એક્સપ્રેસ ટ્રેન દાહોદ આવતા ટ્રેનની ચેન ફૂલીગ કરી ટ્રેનને દાહોદ રોકાણ કરી પરિવાર જનોએ દાહોદમાં રહેતા સગા સંબંઘીઓનું સંપર્ક કરતા તેઓ પણ દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચી વૃદ્ધ ઈસમને સારવાર માટે ૧૦૮ મારફતે દાહોદના ઝાયડસં હોસ્પિટલ લઈ જવાયા હતા પણ સારવાર મળે એ પહેલા વૃદ્ધ ઈસમનું મોત નીપજતા પરિવાર જનોમાં સોકનું મોજું ફરી વડ્યું હતું









