
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા રૂરલ પોલીસ કર્મી સામે ગંભીર આક્ષેપ,SP શૈફાલી બારવાલને જાગૃત નાગરિકોના નામે લખેલ પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પોલીસબેડામાં ખળભળાટ

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ કર્મીઓ સતત ભ્રષ્ટાચારમાં રચ્યા પચ્યા રહેતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કાયદાનો ડર બતાવી આરોપી તો ઠીક પણ ફરિયાદી પાસેથી પૈસા પડાવવા પ્રયત્નશીલ રહે છે જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા અનેક અધિકારીઓ અને કર્મીઓ લાંચ લેતા ઝડપાઇ ચુક્યા છે જીલ્લા પોલીસ તંત્રમાં અરજદારની અરજીને તોડપાણીનું બ્રહ્માસ્ત્રની માફક ઉપયોગ કરવામાં કેટલાક પોલીસકર્મીઓ પારંગત છે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસકર્મી પાસપોર્ટની કામગીરીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યો હોવાના આક્ષેપ સાથે જીલ્લા SP શૈફાલી બારવાલને પત્ર લખી રજુઆત કરવામાં આવી હોવાનો પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે
અરવલ્લી જીલ્લાવાસીઓ અને મોડાસા તાલુકાના જાગૃત નાગરીકોના નામે SP શૈફાલી બારવાલને ઉલ્લેખીને 15 દિવસ અગાઉ લખેલ પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ થાયો છે જેમાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં એલઆઈબીમાં ફરજ બજાવતો પોલીસકર્મી પાસપોર્ટની કામગીરીમાં ઉચ્ચ અધિકારીઓના નામે 2 થી 5 હજાર રૂપિયા પડાવી રહ્યો છે તેમજ છેલ્લા બે થી અઢી વર્ષથી મલાઇદાર પોસ્ટ પર નોકરી મેળવી ભ્રષ્ટાચાર આદરી રહ્યો હોવાથી લાંચિયા કર્મીની તાત્કાલિક બદલી કરવામાં આવેની માંગ પત્રમાં કરવામાં આવી છે









