શ્રેષ્ઠ પરિસર,મોટેરા ખાતે સ્વાતંત્ર્ય દિન ની શાનદાર ઉજવણી કરવામાં આવી.

શ્રેષ્ઠ પરિસર , મોટેરા ખાતે આઝાદી ના અમૃત મહોત્સવ _ હર ઘર ત્રી રંગા લગાવ્યા માં આવ્યા હતા. ૧૫ મી ઓગસ્ટે શ્રેષ્ઠ પરિસર ના ચેરમેન શ્રી અનિલભાઈ,સેક્રેટરી કેતનભાઇ, ખજાનચી શ્રી નિર્મળ ભાઈ.અને કારોબારી સભ્યો અને સોસાયટી ના રહીશો મોટી સંખ્યા માં કોમન પ્લોટમાં હજાર રહીશો એ રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. ત્યાર બાદ નાના મોટા સૌ એ સાંસ્કૃતિક કાર્યક્રમ_ ડાન્સ,ગીતો ગાયા,વિવિધ વાજિંત્રો વગાડી પોતાની કલા બતાવી.જયારે રમત ગમત માં જમ્પિંગ ગેમ,લીંબુ ચમચો,લોટ ફૂંક, બેલાન્સિગ ગેમ વગેરેમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. ૩૫ બાળકો સાંસ્કૃતિક પ્રોગ્રામ માં અને૫૫ બાળકો એ રમત ગમત માં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ ને અંતે સોસાયટી ના દાતાઓ એ બાળકો ને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.સૌ સાથે મળી ને અલ્પાહાર કરી ૭૭ માં સ્વતંત્ર્ય દિન ની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.






