

વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
તારીખ ૩૧/૦૮/૨૦૨૩ના આર્ટ્સ કોલેજ ફતેપુરા ખાતે ભારત સરકારના “પંચપ્રકલ્પ” અંતર્ગત “ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી” વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજનાં અધ્યાપક ડૉ. શંકરભાઈ વી. પટેલે વિદ્યાર્થીઓ ને ગૌ આધરિત પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા, વરમી કમ્પોસ્ટ ખાતર બનાવવાની પધ્ધતિ, પશુપાલન અને તેના ફાયદા વિષે વિસ્તૃત માહિતી દ્વારા વિદ્યાર્થીઓને ગૌ આધરિત પ્રાકૃતિક ખેતી કરવા માટેની પ્રેરણા આપી. આ કાર્યક્રમમાં કોલેજનાં પ્રિન્સિપાલ ડૉ.મનહરભાઈ ચરપોટ અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.નિર્મળાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]









