DASADAGUJARATSURENDRANAGAR

ખારાઘોડા પે સેન્ટર શાળાના શિક્ષકો અને સ્ટાફ દ્વારા મહત્તમ મતદાન થાય તે માટે સ્તુત્ય પ્રયાસ

ગામની બજારોમાં મોટરકાર મારફત ઓડિયો ક્લિપ વગાડી ગ્રામજનોને માહિતગાર કરાયા

તા.28/04/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગામની બજારોમાં મોટરકાર મારફત ઓડિયો ક્લિપ વગાડી ગ્રામજનોને માહિતગાર કરાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટના દિશા સૂચન મુજબ અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છેવત્યારે ૬૦ દસાડા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ દસાડા તાલુકાના ખારાઘોડા ગામે મતદાર જાગૃતિ અર્થે ખારાઘોડા પે સેન્ટર શાળાના શિક્ષકો અને સ્ટાફ દ્વારા સ્તુત્ય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા વિશ્વની સૌથી મોટી લોકશાહીને માન આપીએ મતદાન અવશ્ય કરીએ તમારા કિંમતી મતનો ઉપયોગ અવશ્ય કરો ચાલો મતદાન કરીએ મત આપીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને માન આપીએ મત બદલતા હૈ વક્ત લેકિન વક્ત સે પહેલે મત મત કરના ઇનકાર, મતદાન અવશ્ય કરના યહી હૈ સહી દાન’, ‘જેટલું વધુ મતદાન એટલી મજબુત લોકશાહી યુવાશક્તિ ત્રણ શસ્ત્રો શિક્ષા, સેવા, મતદાન મહાદાન અન્નદાન વિશેષ દાન મતદાન’ જેવા મતદાન કરવા માટે પ્રેરણા આપતા સુત્રો સાથે જન જાગૃતિ અર્થે વિડીયો ક્લિપ બનાવી શેર કરવામાં આવી છે તદુપરાંત ગામની બજારોમાં મોટરકાર મારફત મતદાનનો સંદેશ આપતી ઓડિયો ક્લિપ વગાડી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ મોટરકારની ફરતે પ્રેરણાત્મક સુત્રો લગાવી દ્રશ્ય-શ્રાવ્ય બન્ને માધ્યમ દ્વારા ગ્રામજનોને તા.૦૭ મેના રોજ પરિવાર સાથે અવશ્ય મતદાન માટે જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button