
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહિલાની સુરક્ષા અને સશક્તિકરણ માટે 24 કલાક કાર્યરત 181 અભયમ ના સફળતા ના 8 વર્ષ પૂર્ણ
મહિલાઓને ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ માર્ગદર્શન ઉપરાંત મહિલા લક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે મહિલા હેલ્પલાઇનની સુવિધા ની ઉપલબ્ધિની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગૃહ વિભાગ રાજ્ય મહિલા આયોગ અને જીવીકે ઈ એમ આર આઈ દ્વારા સંકલિત રીતે 8 મી માર્ચ 2015 ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્ય વ્યાપી 181 અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી
માત્ર 8 વર્ષ ના ટૂંકા સમયગાળામાં રાજ્યભરમાં 11.76 લાખથી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ બચાવ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે તેમજ તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસ્ક્યુવાન સાથે કાઉન્સિલર જઈને 2.37 લાખ જેટલી મહિલાઓની મદદ પુરી પાડી છે અને 1.49 લાખ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરાયો છે 71 હજારથી વધુ જેટલી મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસ્યુકવાન દ્વારા રેસક્યુ કરીને લાંબા ગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવેલ હતા.
મહિસાગર જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 8 વર્ષમાં ૧૮૧ અભયમ હેલ્પ લાઈનમાં સલાહ સૂચન મદદ અને માર્ગદર્શન માટે 16919 કૉલ અને 3952 મહિલાઓને મદદ પૂરી પાડી છે GVK EMRI ના ચિફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું કે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ ના ક્ષેત્રમાં એક ખૂબ મહત્વની સેવા તરીકે સાબિત થઈ છે.
મહીસાગરમાં 8 વર્ષમાં હેલ્પલાઇન દ્વારા 16919 અને રાજ્યભરમાં 11.76 લાખથી વધુ મહિલાઓને વિવિધ મદદ પૂરી પાડવામાં આવી