CHIKHLIGUJARATNAVSARI

Navsari: ચીખલીના રામજી મંદિરથી પ્રસ્થાન કરાયેલી અક્ષત કળશ પૂજન યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો જોડાયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ અને આર.એસ.એસ.ના નેતૃત્વથી રાજસ્થાન મિત્રમંડળ દ્વારા ભવ્ય અક્ષત કળશ પૂજન યાત્રા નીકળી હતી જેમાં હજારોની તાદાત્માં ભવિકભક્તો જોડાયા હતા.
આખા ભારત દેશમાં રામ જન્મ ભૂમિ અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ને લઇ એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લાના ચીખલી ખાતે પણ ગતરોજ અયોધ્યા થી આવેલ અક્ષત કળશ પૂજન અને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય અક્ષત કળશ યાત્રાનું રાજસ્થાન મિત્ર મંડળ,વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ અને આર.એસ.એસ. દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો.જ્યારે સમગ્ર બહેનોએ માથે કળશ લઈ યાત્રામાં જોડાઇ  હતી. આ ભવ્ય અક્ષત કળશ યાત્રા રામજી મંદિર વાણિયાવાડ ખાતેથી બપોરના ૩:૩૦ કલાકે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યું હતુ.જે ચીખલી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી.ત્યારે અક્ષત કળશ પૂજન યાત્રાને ઠેર ઠેર વધાવી લેવામાં આવી હતી.જેમાં ડી.જે.ઢોલ નગારા ના તાલે યુવાનો જુમી ઊઠ્યા હતા.જ્યારે ફટાકડાની આતિશબાજી વચ્ચે સમગ્ર શહેર સહિત આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત જન મેદની એ જય શ્રી રામ ના જય ઘોષથી સમગ્ર શહેર રામ મય કરી દીધું હતું જેને લઇ રામ નામના નાદ થી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. જ્યારે આ ભવ્ય અક્ષત કળશ પૂજન યાત્રા ની પૂરે પૂરી જેહમત રાજસ્થાન મિત્ર મંડળે ઉઠાવી હતી. જ્યારે  વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ અને આર.એસ.એસ.ના કાર્યકરો એ માર્ગદર્શન પૂરું પાડયું હતું.

[wptube id="1252022"]
Back to top button