હાલોલ- પાવાગઢ માંચી ચાચર ચોકમાં બનાવામા આવેલી અન્ય વિશ્રામ કુટીરો આખરે સલામત રીતે ઉતારી લેવાઈ

તા.૧૨.મે
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
પંચમહાલ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ માંચી ખાતે યાત્રીકોના વિશ્રામ માટે બનાવામાં આવેલ વિશ્રામ કુટીરો માં થયેલ દુર્ઘટના બાદ અન્ય કુટિરો યાત્રીકો ની સુરક્ષાને ધ્યાનમાં રાખી બાકીની વિશ્રામ કુટીરો પણ ઉતારી દેવામાં આવી હતી.યાત્રાધામ પાવાગઢ ખાતે આથી એક સપ્તાહ પહેલા માંચીના ચાચર ચોકમાં યાત્રિકોનાં વિશ્રામ માટે બનાવવામાં આવેલી એક વિશ્રામ કુટીર ધરાશાય થયા હોવાની દુર્ઘટના બની હતી.જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય આઠ યાત્રિકોને ઇજાઓ પહોંચવા પામી હતી. આ બનાંવને લઇ વહીવટી તંત્ર સજ્જ બની બાકીની કુટિરો 100 ટાકા સુરક્ષિત છે કે કેમ તે સ્પષ્ટ ના થાય ત્યાં સુધી તે કુટીર નો કોઈ યાત્રિકો તેનું ઉપયોગ ન કરે તે માટે તે ફૂટીરોને કોર્ડન કરી તે કુટીરનો કોઈ ઉપયોગ ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.સદનશીબે તે કુટીરોમાં ગતરોજ કોઈ યાત્રિકો બેઠા ન હોવાથી ઢડતી સાંજે ફરી એક કુટીર ધરાશાય થતા દુર્ઘટના થતી અટકી હતી.ત્યારબાદ ગતરાત્રિ એ બાકીની વિશ્રામ કુટીરો ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ત્યારે વિશ્રામ કુટીર ઉતારવાની કામગીરી દરમ્યાન એક કુટિર નો મલબો કામ કરતા કામદારો ઉપર ધરાશય થતા ચાર કામદારો દબાયા હતા.જેને લઈ માંચી ચાચર ચોક ખાતે અફરા તફરી મચી ગઈ હતી.ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે લવાયા હતા. જ્યાં તેઓની પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.આ ઘટના બન્યા બાદ માંચી ચાચર ચોક ખાતે યાત્રિકોના વિશ્રામ કરવા માટે કુલ 12 કુટિર બનાવામાં આવી હતી.જે પૈકી એક અને ત્યાદબાદ બે કુટિર ધરાશાઈ થઇ હતી. બાકીની 9 પૈકી 7 કુટિર ગત રાત્રીએ ઉતારી લેવામાં આવી હતી. બાકી રહેલી બે કુટીરોમાં શ્રીફળ સ્ટેન્ડ તેમજ લાઈટ કનેક્શન હોવાથી તેને આજે દૂર કરી રાત્રી ના સમયે ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું આધારભૂત વર્તુળ દ્વારા જાણવા મળી આવ્યું છે.ગત રોજ બનેલ ઘટના ના સંદર્ભે પાવાગઢ પોલીસ મથક ખાતે ઈજાગ્રસ્ત ફરિયાદી કાન્હા સુરજભાન ઝાટની ફરીયાદ ના આધારે જાનવાજોગ ફરીયાદ નોંધી તપાસ હાથધરી છે.જયારે બનાવ સંદર્ભે એફ.એસ.એલ ની ટીમે ઘટના સ્થળે પહોંચી બનાવ ની તપાસ અર્થે જરૂરી પુરાવા એકઠા કર્યા હોવાનું જાણવા મળ્યું છે.










