ગુજરાત માટે કાંચ નો બ્રિજ એક સ્વપ્ન સમાન છે ત્યારે આ સપનું હવે શક્તિપીઠ અંબાજી ધામ માં પૂર્ણ થયું છે ને અંબાજી મંદિર પરિષર મા જ કાંચના બ્રિજ ઉપર ચાલવાની મજા યાત્રિકો લઇ રહ્યા છે

21 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શક્તિપીઠ અંબાજી મંદિરમાં દેવેશ ગ્રુપ દ્વારા 75 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળો કાંચના બ્રિજ નું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે ને હાલ આ કાંચના બ્રિજ ઉપર ચાલવાની મજા યાત્રિકો લઇ રહ્યા છે, સંપૂર્ણ પણે સુરક્ષિત આ કાંચ ના બ્રિજ ઉપર થી એક સાથે 10 વ્યક્તિઓ ચાલી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ કાંચના પુલ ઉપર ચાલવા માટે યાત્રિકો એ માત્ર 10 રૂપિયા નો ટોકન ચાર્જ ચુકવવો પડે છે ને આ ટોકન ચાર્જ ચૂકવ્યા બાદ જ આ ગ્લાસ વોક કરી શકે છે એટલુંજ નહીં આ કાંચના બ્રિજ ની આસપાસ એકવાન શક્તિપીઠ મંદિરો માં બિરાજતી માતાજી ની પ્રતિમાઓ પણ કંડારવામાં આવી છે, જેને લઈ યાત્રિકો ગ્લાસ વોક સાથે દર્શન નો લાભ પણ લઇ રહ્યા છે જોકે યાત્રિકો પ્રથમ તબક્કે કાંચના બ્રિજ ઉપર ચાલતા ખચવચાટ ની સાથે ડર પણ અનુભવતા હોય છે પણ અન્ય યાત્રિકોના ગ્લાસ વોક જોઈ પોતાની પણ હિમ્મત વધી જાય છે ને ડરતા ડરતા પણ કાંચ નો પુલ પર કરે છે.યાત્રિકો ના જણાવ્યા પ્રમાણે આવા પુલ મહત્તમ વિદેશો માં જોવા મળતા હોય છે ને કદાચ ગુજરાતમાં અંબાજી સ્થાપિત કાંચનું પ્રથમ પુલ હશે ને લોકો આ કાંચ ના પુલ ઉપર ચાલી એક નવો અનુભવ મેળવી રહ્યા છે.અંબાજી મંદિર પરિષરમાં આ ગ્લાસ નો બ્રિજ એક એવા સ્થળે બનાવા માં આવ્યું છે જ્યાં અતિ પૌરાણિકને પ્રાચીન ધાર્મિક અને અલોકિક મૂર્તિઓ કંડારવામાં આવી છે યાત્રિકો આ ગ્લાસ વોક સાથે ધાર્મિક ભાવના કેળવાય ને એકવાન શક્તિપીઠના દર્શન કરી શકે સાથે પ્રાચીન સંસ્કૃતિ ની અનુભૂતિ કરી શકે તે માટે આ કાંચના બ્રિજ ઉપર ચાલવા માટે નો ચાર્જ માત્ર ઘસારા પેટે રૂપિયા 10 લેવામાં આવે છે, ને ગુજરાત માં આટલો લામ્બો કાંચનો બ્રિજ પ્રથમવાર બન્યા હોવાનું જણાવી રહ્યા છે એટલુંજ નહીં અહીંયા 3 ડી થિયેટરમાં માતાજી ની ઉત્પત્તિ વાળો શૉ જોનાર ને ગ્લાસ વોક મફત માં કરવા દેવામાં આવે છે તેમની પાસે આ કાંચ ના બ્રિજ ઉપર ચાલવાનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથીમાતાજી ની ગુફા ના નામે ઓળખાતા આ સ્થળ માં યંત્ર ને પણ બિરાજમાન કરવામાં આવ્યું છે જ્યાં શ્રદ્ધાળુઓ દર્શન કરી પોતાના જીવન ને ધન્ય કરતા હોય છે.આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે આ સ્થાનમાં ખાસ કરીને અરવલ્લીની ગિરિમાળાઓ માં જ્યાં અસુરો નો નાશ કરનારી દેવી મહિસાસુર મર્દિની ને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે ને આ ગ્લાસ વોક સાથે મહિસાસુર મર્દિની નો વિશાળ પ્રંચડ સ્વરૂપ ના દર્શન આ ગ્લાસ વોક કરનાર યાત્રિકો ને મળે છે