BHUJKUTCH

હરીપર નજીક આવેલ બટ પર ફાયરીંગ પ્રેકટીસ યોજાશે જેથી ફાયરીંગ રેન્જમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં

14-ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :-ભુજ તાલુકાના હરીપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ રેન્જ નં.૦૧ અને ૦૨ ઉપર તા.૧૮/૨/૨૦૨૩ સુધી 75 (I) Inf Bde Gp,17 MARATHA LI ના તાબા હેઠળની આર્મ્સ ફાયરીંગ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, ભુજ દ્વારા જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button