
2 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ શ્રી વિનય વિદ્યા મંદિર થરામાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી ભાઈ બહેનો નો વિદાય શુભેચ્છા સમારોહ મંડળ ના પ્રમુખ અને માર્કેટ સમિતિ થરાના યશસ્વી ચેરમેન શ્રી અણદાભાઈ આર.પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.સૌ પ્રથમ શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગિત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અણદાભાઈ પટેલે બાળકોને પોતાના જીવનમાં આગળ વધી પોતાના કુટુંબ અને રાષ્ટ્ર ઉન્નતી માં સહયોગી બની આગળ વધવાની શીખ આપી હતી. શાળાના ગત વર્ષના શ્રેષ્ટ પરિણામ મેળવનાર 10 અને 12 ના વિદ્યાર્થીઓ ને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આપ્રસંગે શાળાના ઉપપ્રમુખ શ્રી કરશનભાઇ પટેલ,તાલુકા ભાજપના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ,કિશાન નેતા કુંવરાભાઈ ચૌધરી, ડામરભાઈ ખરસાણ, વરિષ્ટ પત્રકાર અને તાલુકા ભાજપ મંત્રી અમૃતજી ઠાકોર,પત્રકાર શ્રી નટવરભાઈ પ્રજાપતિ,તાલુકા ભાજપ મંત્રી ઉમેશભાઈ પ્રજાપતિ, સુરેશભાઈ પટેલ,શાળના આચાર્ય શ્રી હરેશભાઇ ચૌધરી, પૂર્વ આચાર્ય ઈશ્વરભાઈ બી.પટેલ,નાથાભાઈ પટેલ,નટવરલાલ શેખલિયા, નરેશભાઈ પટેલ તથા શાળાનો સમગ્ર સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઇ લીંબાચિયાએ કર્યું હતું.