
જંબુસર થી આશરે પાંચ કિલોમીટરના અંતરે આવેલ આજનું કલક ગામ જ્યાં સ્વયંભૂ તલકેશ્વર મહાદેવ બિરાજમાન છે આશરે 1000 વર્ષ ઉપરાંત શ્રાવણ વદ તેરસના દિવસે વ્યતિપાત યોગમાં પ્રદોષના સમયમાં તલકેશ્વર મહાદેવ પ્રગટ થયા અને આકાશમાંથી સર્વે દેવી દેવતાઓએ દર્શન કર્યા અને આ યોગમાં શિવલિંગ તલ પુર વૃદ્ધિ પામે છે.
કલક ગામના રહીશ દિલીપભાઈ રમણભાઈ પટેલ ના જણાવ્યા અનુસાર તલકેશ્વર મહાદેવ જ્યાં સ્વયં પ્રગટ થયા તે જગ્યા પહેલા જંગલ હતું જ્યાં ગાયો ચરવા આવે અને બાજુમાં આવેલ તળાવનું પાણી પીએ, ગાયના ધણની એક ગાય દરરોજ આજ જગ્યા ઉપર આવી દૂધથી અભિષેક કરતી હતી. એક દિવસ ગાય ચરાવનારે આ દ્રશ્ય જોયું અને વાત વાયુવેગે પ્રસરી અને ગ્રામજનોએ જોયું તો સ્વયંભુ શિવલિંગ હતું. ત્યારથી આ મહાદેવ ની પૂજા અર્ચના કરવામાં આવે છે. પ્રતિ વર્ષ વ્યતિપાત યોગના દિવસે આ શિવલિંગ તલ પુર વધે છે. તેથી તલકેશ્વર નામ પહેલાના સમયનું તલક ગામ જ્યાં આજે કલકના નામથી ઓળખાય છે. શ્રાવણ માસમાં વ્યતિ પાત યોગ થાય ત્યારે તલકેશ્વર મહાદેવ ખાતે મેળો ભરાય છે. તેમ જણાવ્યું હતું. વ્યતિપાત યોગના દિવસે આ શિવલિંગના દર્શન માત્રથી પાપનષ્ટ થાય છે. અને મનવાંછીત ફળ મળે છે. ચાલુ સાલે પ્રતિ વર્ષની જેમ તારીખ 10/ 9/ 2023 ના રોજ શ્રાવણ માસમાં વ્યતિપાત યોગ થતો હોય, ગ્રામજનો દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દર્શન નો લાભ લેવા સરપંચ ઇન્દ્રવદનભાઈ લીમ્બચીયા દ્વારા જણાવ્યું છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





