જામનગર શહેરમાં આવેલ સાધના કોલોન ખાતે બ્લોક નંબર એમ 69 થયેલ ધરાશાયી, ૩ લોકો ના દુઃખદ મોત

જામનગર ના રણજીત સાગર રોડ પર આવેલી ન્યુ સાધના કોલોની વિસ્તારમાં આવેલ બ્લોક નંબર એમ 69 ધરાશાયી થયેલ ત્રણ માળની બિલ્ડીંગમાં દબાઈ ગયેલ લોકો ને બહાર કાઢવા સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં કુલ 8 લોકોને બહાર કાઢી સારવાર માટે શહેરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તેમજ હિટાચી, જે.સી.બી. સહિતના સાધનોથી ફાયર, પોલીસ, મા.મ.વિભાગ, 108, પી.જી.વી.સી.એલ, આરોગ્ય સહિતના વિભાગો બચાવ કામગીરીમાં જોડાયા હતા.
આ દુર્ઘટના ના સમાચાર વાયુવેગે પ્રસરતા તાત્કાલિક ઘટનાસ્થળે કમીશ્નર બી.એન.મોદી,એસ.પી.પ્રેમસુખ ડેલુ.સંસદસભ્ય પુનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી,રિવાબા જાડેજા,મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારીયા ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા, વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા કોર્પોરેટો કેતનભાઈ નાખવા આનંદભાઈ રાઠોડ, અલ્તાફભાઈ ખફી,મહાવિર સિંહ જાડેજા,વિનોદભાઈ ખીમસુર્યા , કિશનભાઇ માડમ, ગોપાલભાઈ સોરઠીયા, સહિત અનેક રાજકીય આગેવાનો દોડી આવ્યા હતા, બચાવ કામગીરી માટે જામનગર મહાનગરપાલિકા ના વરણવા ભાવેશભાઈ જાની રાજભા જાડેજા અને કોર્પોરેશન ના કર્મચારીઓ ફાયર બ્રિગેડની ટીમ,૧૦૮ ના પાઈલોટ ડોક્ટર દરેક લોકો ખડેપગે રહી ને ઈમારત નીચે દટાયેલા લોકો ને બહાર કાઢવા પ્રયત્ન કરેલ જેમાં કુલ 8 લોકો ને બહાર કાઢીને એમ્બ્યુલન્સ 108 મારફતે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ૩ લોકો ના દુઃખદ મોત નીપજયા હતાં જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજયા ના સમાચાર મડતા સાધના કોલોની ના લોકો આને બચાવ કામગીરી કરી રહેલા લોકો ઉંડા શોક માં ગરક થયેલા આ દુઃખદ ઘટના માં મૃત્યુ પામેલા લોકો ના પરિવાર પ્રત્યે ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ દુઃખભરી સંવેદના વ્યક્ત કરી હતી અને મૃતકોના પરિવારજનોને ૪૦૦૦૦૦/- ચાર લાખ રૂપિયા તેમજ ઘાયલ થયેલા લોકોને ૫૦૦૦૦/-પચાસ હજાર રૂપિયા નું વળતર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.










