
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
આવ્યો અવસર લોકશાહીનો: મહીસાગર જિલ્લાની વિવિધ શાળાઓમાં સ્વીપ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન
બાલાસિનોર મોડેલ સ્કૂલ ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ: મતદાર જાગૃતિના વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ સુંદર ચિત્રો દોર્યા

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત આગામી લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉદ્દેશ્ય સાથે મહીસાગર જિલ્લાની વિવિધ શાળાઓમાં સ્વીપ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે બાલાસિનોર મોડેલ સ્કૂલ ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદાર જાગૃતિના વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ ચિત્રો દોર્યા હતા. આ સ્પર્ધામાં વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
[wptube id="1252022"]









