રાજપીપળા કાળિયા ભૂત મંદિર પાસે મોડી રાત્રે બનેલી હિટ એન્ડ રન ની ઘટનામાં તરબૂચ વેચતા દંપતીનું કરૂણ મોત

રાજપીપળા કાળિયા ભૂત મંદિર પાસે મોડી રાત્રે બનેલી હિટ એન્ડ રન ની ઘટનામાં તરબૂચ વેચતા દંપતીનું કરૂણ મોત
રાજપીપલા પોલીસે કાર ચાલકને ગણતરીના કલાકોમાં શોધી કાર્યવાહી હાથ ધરી
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપળા કાળિયા ભૂત મંદિર નજીક માંડવો બાંધી રોડની બાજુમાં તરબૂચ વેચતા દેવીપૂજક પરિવાર ના દંપતી રાત્રે મંડપ પાસે સુતા હતા એ સમયે આજે વહેલી સવારે કોઈ અજાણી ગાડી ના ચાલકે દંપતી પર ગાડી ચઢાવી દેતા બંને ની મોત થયું છે
મળતી માહિતી મુજબ રાજપીપળા ટેકરા ફળિયા, પ્રાથમિક શાળા નજીક માં રહેતા નગીનભાઇ કાલિદાસ દેવીપૂજક(૪૭) અને તેમના પત્ની જશીબેન નગીનભાઇ દેવીપૂજક (૪૩) નાઓ આખો દિવસ તરબૂચ વેચી જમી પરવારી ત્યાં તરબૂચ વેચવા બાંધેલા મંડપ પાસે સૂઈ ગયા બાદ આજે વહેલી સવારે કે મોડી રાત્રે કોઈક ફોર વ્હીલ ગાડી ના ચાલકે દંપતી પર ગાડી ચઢાવી દેતા બંને નું ઘટના સ્થળે મોત નિપજતાં તેમના પરિવારજનો ત્યાં કલપાંત કરતા નજરે પડ્યા હતા,એક સાથે માતા પિતા ની છત્રછાયા ગુમાવી દેતા પરિવાર માં માતમ છવાયું હતું.
ઉલ્લેખનીય છે કે આ ઘટન બની ત્યાજ બાજુમાં આદર્શ નિવાસી શાળા આવેલી છે અને તરબૂચ ના મંડપ પાસે જ અન્ય ખાણી પીણી ની બીજી લારીઓ આવેલી હોય ત્યાં દિવસે બહુ ભીડ રહે છે માટે ક્યારેક ધોળા દિવસે પણ આવી ઘટના બની શકે છે
રાજપીપલા પોલીસે કાર ચાલકને ઝડપી પાડી ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી આરંભી છે