
7 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી નવોદય વિદ્યાલય મોરીયા,તા.પાલનપુર ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો તેમજ આગળના વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ મા સારુ પરીણામ લાવનાર તેજસ્વી તારલાઓનુ સન્માન કરવામા આવ્યુ હતુ જેમા સંસ્થાના પ્રમુખ શ્રી કરશનભાઇ પટેલ મંત્રીશ્રી કરશનભાઇ પાંતરોડ ટ્રસ્ટી શ્રી ગલબાભાઇ ગોળ, રમેશભાઇ પાંતરોડ, મોતીભાઇ પાંતરોડ, સરદારભાઇ ફોફ, રામસુંગભાઇ ચૌધરી, ઉમેદભાઇ પાંતરોડ, મોતીભાઇ ફોફ, સેક્સન અધિકારી શ્રી ગોકુળભાઇ ફોફ, સામાજીક કાર્યકર માવજીભાઇ લોહ પારપડા સરપંચશ્રી રમેશભાઇ અટોસ સૌ એ હાજર રહી વિદ્યાર્થીઓ સારુ પરીણામ લાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ શાળના આચાર્ય શ્રી દેવાભાઇ મુંજી અને પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અલ્કેશભાઇ મોર અને સ્ટાફ પરીવારે સાથે મળીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે વિદાય લેતા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ શાળાને કાર્યક્રમ સંચાલન માટે પોડીયમ ભેટ આપ્યુ હતુ.