GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ નગરમાં એનએમજી હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પમાં ૧૦૬થી વધુ દર્દીઓએ લાભ લીધો.

તારીખ ૨૪/૯/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત કાલોલ શહેર ભાજપ અને મેડિકલ સેલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન લાલ દરવાજા સ્થિત એન.એમ.જી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ડૉ.યોગેશકુમાર પંડ્યા, ડો.દિનેશભાઇ પંડ્યા,ડો. કિરણસિંહ પરમાર સાથે એન.એમ.જી.હોસ્પિટલના ડૉક્ટર દ્વારા ૧૦૬ જેટલા દર્દીઓની તપાસ કરી સલાહસૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું જેમાં કાલોલ શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગભાઇ દરજી સાથે મોટીસંખ્યામાં ભાજપ મહીલા મોરચાની બહેનો અને પૂર્વ નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહી ખડે પગે સેવા બજાવી હતી.
[wptube id="1252022"]