AHAVADANGGUJARAT

આહવા ખાતે દુકાનની જમીન બાબતે અદાવત રાખી પોલીસકર્મીએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે દુકાનની જમીન બાબતે એક પોલીસકર્મી અને જમીન માલિક વચ્ચે અવારનવાર તકરાર થતી હતી.જેની અદાવત રાખી પોલીસકર્મીએ ભાડુઆતને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારે સમગ્ર મામલો આહવા પોલીસ મથકે પહોંચ્યો હતો.ડાંગ જિલ્લાનાં આહવા બંધારપાડા ખાતે રહેતા સલીમ અહેમદ પિંજારી એ એસટી ડેપો પાસે રાજુ ગનુભાઈ ગાયકવાડની માલિકીની દુકાન ભાડેથી રાખી દુકાનમાં ઘડિયાળ રીપેરીંગ તથા કટલરીનો સામાન વેચાણ કરી ધંધો કરે છે.જોકે હાલમા ગોધરા જિલ્લામાં હેડ કવાટર્સ ખાતે પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા રવિન્દ્ર સુખદેવ આહીરે (હાલ રહે.ગોધરા હેડ કવાટર્સ, મૂળ રહે.આહવા તા.આહવા જી.ડાંગ) અને આ દુકાન માલિક રાજુ ગાયકવાડ વચ્ચે  દુકાનની જમીન બાબતે અવારનવાર તકરાર થતી આવેલ જેની અદાવત રાખી રવિન્દ્ર આહિરે નશાની હાલતમાં દુકાનમાં આવ્યા હતા.અને દારૂના નાશમાં તેણે ભાડુઆત સલીમને જોઈને કહેલું કે “સલીમ તું  અહીં આવ .” એમ કહી ગમે તેમ ગંદી ગાળો બોલવા લાગ્યા હતા.તેથી સલીમ એ તેને કહેલું કે “ શું છે રવિભાઈ ? ” તેમ કહેતા જ આ પોલીસ કર્મી ઉશ્કેરાઈ ગયો હતો.અને સલીમને  ગાલ ઉપર મુક્કો મારી દીધો હતો.તેમજ પોલીસ કર્મી કહેતો હતો કે “હુ બદલી કરીને અહીં આવી ગયેલ છુ ત્રણ દિવસ મા તને પતાવીને નીકળી જઈશ તું યાદ રાખ.” આમ પોલીસ કર્મી દ્વારા જ ભાડુઆત ને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હટીમત્યારે આ સમગ્ર મામલો આહવા પોલીસ મથકે પહોંચ્યો હતો.હાલમાં આહવા પોલીસની ટીમે આ પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button