ધાંગધ્રાના સોલડી ગામના યુવાન વ્યાજખોરોના ચુંગલમાં ફસાતા ઝેરી દવા પી લેતા મહિલા સહીત 22 સામે નોંધાઈ ફરિયાદ

તા.01/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સોલડીના યુવકે 21 શખ્સો પાસેથી વ્યાજે લીધેલા રૂપિયા ચુકવી દીધા હોવા છતાય કડક ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાથી અને એક શખ્સ પાસેથી રૂપિયા ન લીધા હોવા છતાય વકીલ દ્વારા નોટિસ મળતા કંટાળીને યુવાને ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તાલુકા પોલીસમાં મહિલા સહીત 22 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામના રાકેશ હિંમતભાઈ ઠોરીયાને શેરબજારમાં નુકશાની જતા સોલડી અને ધ્રાંગધ્રાના અલગ અલગ મહીલા સહિત 22 લોકો પાસેથી ઉંચા વ્યાજે રૂપીયા લીધા હતા વ્યાજ સાથે રૂપીયા ચુકવી દીધા હોવા છતાય ઉઘરાણી ચાલુ રાખતા અને આપેલા ચેક પરત આપતા ન હતા વળી ધ્રાંગધ્રાના એક શખ્સ પાસેથી વ્યાજે રૂપીયા ન લીધા હોવા છતાય ૨૦ લાખ રૂપીયા બાકી છે એવી વકીલ મારફતે નોટીસ પણ અપાઈ હતી સતત હેરાન કરતા હોવાથી છેવટે કંટાળીને વીડીયો બનાવી સ્યુસાઈડ નોટ બનાવી ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તાત્કાલીક હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડાતા ત્રણ દિવસ બાદ યુવક ભાનમાં આવતા પોલીસે યુવકની ફરીયાદના આધારે ૨૨ શખ્સો સામે પોલીસ ફરીયાદ દાખલ કરેલ છે આ બાબતની આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે જેમાં ૨૨ શખ્સો સામે ફરિયાદ જેમાં, ઇશ્વર કોળી સોલડી, ભરતભાઇ ભરવાડ, મેપાભાઈ કોળી સોલડી, મુનાભાઇ કોળી સોલડી, મુકેશભાઇ ભરવાડ સોલડી, જાલાભાઇ ભરવાડ સોલડી, ભરતભાઇ ભરવાડ ધ્રાંગધ્રા, સંજય ઠાકોર સોલડી, નવઘણભાઇ ભરવાડ સોલડી, બિજલભાઇ રત્નાભાઇ ભરવાડ સોલડી, મુનાભાઇ ભરવાડ સોલડી, તારાબેન પ્રજાપતી સોલડી, લાલાભાઇ પ્રજાપતિ, સિણાભાઇ સોલડી, ભગુભાઇ ભરવાડ સોલડી, મુનાભાઇ સોલડી, નિરવભાઇ લુહાણ ધ્રાંગધ્રા, મોન્ટુભાઇ ધ્રાંગધ્રા, સંજયભાઇ ધ્રાંગધ્રા, મૌલીકભાઇ પટેલ ધ્રાંગધ્રા, સાગરભાઇ પટેલ ધ્રાંગધ્રા, હીરાભાઇ જાદવ રૂપીયા લીધા નથી પણ ૨૦ લાખની નોટીસ આપી છે ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.