
૨૧ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

જામકંડોરણા પ્રમુખ જયેશભાઈ રાદડિયાસાહેબના માર્ગદર્શન હેઠળ સંચાલિત કલરવ ડે સ્કુલ, જામકંડોરણામાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે બાળકો દ્વારા દેવોના દેવ મહાદેવ શ્રી શંકરની આરતી કરી મહાદેવજીના આશીર્વાદથી સોમવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તદુપરાંત “હર હર શંભુ શંભુ શિવા મહાદેવા” ગીત પર સમગ્ર કલરવ ના બાળકોએ નૃત્ય કરી વાતાવરણ ને મહાદેવ મય બનાવી દીધું હતું અને આગવી રીતે દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન ભોલેનાથની સુંદર કૃતિઓ રજૂ કરી હતી કૃતિઓમાં બાળકોને મહાદેવની પૂજા આરતી બીલીપત્ર વગેરે હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસના મહિમા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
[wptube id="1252022"]





