
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
લુણાવાડા ખાતે મદની પ્રાથમિક શાળામાં બાળ રમતોત્સવ યોજવામાં આવ્યો.

વિદ્યાર્થીઓમાં રમતોનું મહત્વ વધે તેમજ કૌશલ્ય જળવાય તે માટે શાળામાં તારીખ 10 અને 11 જાન્યુઆરીએ બાલવાડીથી ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો રમતોત્સવ યોજવામાં આવ્યો હતો.જેમાં 100 મીટર,લંગડી દોડ,પૈસા ખો,લીંબુ ચમચી, સંગીત ખુરશી, સમતોલ ચાલ,લંગડી દોડ,નદી કિનારો, ડુંગરે દવ લાગ્યો વગેરે રમતો રમાડવામાં આવી હતી.જેમાં વર્ગવિજેતા,શાળાકીય વિજેતામાં પ્રથમ,બીજો અને ત્રીજો નંબર આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય તથા શિક્ષકમિત્રોએ રમતોત્સવ ને સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી હતી. શાળા પરિવાર તમામ વિજેતાઓને અભિનંદન પાઠવે છે.
[wptube id="1252022"]









