
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
પીએમશ્રી બ્રાન્ચ શાળા નં.૫,લુણાવાડામા કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાઈ.

પીએમશ્રી બ્રાન્ચ શાળા નં.૫,લુણાવાડામા હેડટીચર હારીશભાઈના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકો માટે એક કારકિર્દી માર્ગદર્શન અંગેની શિબિરનું આયોજન કરવામાં આવ્યું.જેમા મોટીવેશનલ સ્પીકર અને સિગ્મા સ્કૂલ મોડાસાના ટ્રસ્ટી સઈદભાઈ ભૂરાએ પોતાની આગવી શૈલીથી બાળકોને આગળ ભણવા માટે અને હાલના અભ્યાસમાં રસ દાખવવા તેમજ પોતાના ગોલને નક્કી કરી તેના માટે ખૂબ જ મહેનત કરવા અને મોબાઇલનો જરૂરિયાત મુજબ મર્યાદિત ઉપયોગ કરવા માટેની સુદર માહિતી આપવામાં આવી હતી.આ તબક્કે શાળાના આસિ. શિક્ષકો-ખલીલભાઈ,હિતેશભાઈ,બીપીનભાઈ,Anything,રમેશભાઈ,અમૃતાબેન અને નયનાબેન દ્વારા સહકાર આપવામાં આવ્યો.એસ.એમ.સી.
અધ્યક્ષ અને સભ્ય પણ હાજર રહ્યા હતા.શાળાના આચાર્યએ સ્વાગત અને આભારવિધિ કરી હતી.
[wptube id="1252022"]









