AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં નવા શિક્ષણ સત્રમાં શાળા પ્રવેશ કાર્ય સંદર્ભે શિબિર યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઇ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે શિબિર યોજાઇ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઇ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી ડાંગના સંયુક્ત ઉપક્રમે આયોજિત તા.૧૮ થી તા. ૨૦ એપ્રિલ ૨૦૨૪ સુધી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જીગ્નેશભાઈ એન ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને વઘઇ, આહવા અને સુબિર તાલુકામાં બાળકોના નવા સત્રમાં પ્રવેશકાર્ય નવા સત્રની પુર્વ તૈયારીના સંદર્ભે શાળાઓ માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

<span;>ત્રણેય તાલુકામાં તમામ પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્ય, સંબધિત CRC અને પોષક શાળાઓમાં બાળકોના પ્રવેશ બાબતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જીગ્નેશભાઈ એન ત્રિવેદીએ ઝીણવટભર્યું આયોજન કરવા અંગે માર્ગદર્શન  આપ્યું હતું.

ડાંગ જિલ્લાના બાળકો બાલવાટિકા થી લઇને શૈક્ષણિક કારકિર્દી પૂર્ણ કરે ત્યાં સુધી કઈ રીતે શિક્ષકો પોતાની ભૂમિકા ભજવે તે અંગે તબક્કાવારની સમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ આપી, જિલ્લાના શૈક્ષણિક સ્તરને ઉચું લાવવામાં સમગ્ર શાળાના આચાર્યને આહ્વાન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, સરકારી-ગ્રાન્ટેડ પ્રાથમિક/માધ્યમિક આચાર્ય મિત્રો, શિક્ષણ સેવા વર્ગ-૨ના આચાર્ય, કેન્દ્ર શિક્ષક,બી.આર.સી./સી.આર.સી.શ્રીઓને ડાંગ જિલ્લાના બાળકો બાલવાટિકા કે પ્રાથમિક/માધ્યમિક શાળામાં પ્રવેશથી વંચિત ન રહે તે અંગે સંપુર્ણ માર્ગદર્શન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.

આ શિબિરમાં ત્રણેય તાલુકામાં ડાયેટના પ્રાચાર્યશ્રી ડૉ.બી.એમ.રાઉતે શાળાઓમાં પ્રવેશકાર્યની પ્રસ્તાવના અને હેતુઓ સંબંધિત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. એજ્યુકેશનલ ઇન્સ્પેકટર શ્રી વી.ડી.દેશમુખે તમામ આચાર્યશ્રીઓને શાળાઓમાં બાળકોને પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકમાં બાળકોને કઈ રીતે વાલી પરિષદ દ્વારા પ્રવેશ કરવાના સુચનો કર્યા હતા. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એન.એચ.ઠાકરેએ શાળાઓમાં બાળકોની ટ્રેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને તમામ બાળકોનો પ્રવેશ સુનિશ્ચિત કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લામાં તા.૦૧/૦૬/૨૦૨૪ સુધી ૫ વર્ષ પુર્ણ કરેલ બાળકો બાલવાટિકામાં આધાર પુરાવા સહિત વાલી સ્લીપ દ્વારા પ્રવેશ મેળવે તેમજ ધોરણ ૬ અને ધોરણ ૯માં બાળકોનો પ્રવેશ ગામની કે કેન્દ્રની ઉચ્ચતર પ્રાથમિક અથવા માધ્યમિક શાળામાં બાળક કઈ રીતે વાલી સંમેલન દ્વારા પ્રવેશ મેળવશે એનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રવેશ સંબંધિત બાળકોની માળખાકીય જરૂરિયાત આધારિત ટ્રાન્સપોર્ટશન સુવિધા અને સિઝનલ હોસ્ટેલ માટે નવું સત્ર ૨૦૨૪-૨૫થી મંજુરી મેળવવા નિયમોનુસાર શાળાઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમજ શાળાઓમાં બાળકોના પ્રવેશ માટે તાલુકા કક્ષાએ અને કલ્સ્ટર કક્ષાએ સમિતિની રચના કરી શાળાઓમાં વેકેશન દરમિયાન શાળા સલામતી અને સ્વચ્છતા સંદર્ભે આયોજન હાથ ધરાવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button