AHAVADANGGUJARAT

રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ ચોથા એકલવ્ય સાંસ્કૃતિક ફેસ્ટીવલમા આહવાના વિધ્યાર્થીઓ વિજેતા બન્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર અને એન.ઇ.એસ.ટી.એસ (ભારત સરકાર) દ્વારા સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, આહવાના વિધ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ ચોથા એકલવ્ય સાંસ્કૃતિક ફેસ્ટીવલમા ભાગ લઇ વિજેતા બન્યા છે.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રવૃતિઓ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે વિજેતા થઈ ડાંગ, અને ગુજરાતનુ નામ રોશન કર્યુ છે.

દહેરાદુન ખાતે યોજાયેલ ચોથા એકલવ્ય સાંસ્કૃતિક ફેસ્ટીવલમા ડાંગ જિલ્લાના એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, આહવાના ચાર વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમા ધોરણ ૯ની વિદ્યાર્થિની કુ. નિધિ અરવિંદભાઈ ભોયે સોલો ડાન્સ સ્પર્ધામા રાષ્ટ્રીય સ્તરે દ્વિતિય સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ પૈકી જસ્ટીન રવિદાસ વસાવા, નિખીલ જગનભાઈ વળવી, નિખીલ મુકેશભાઈ ચૌધરી, જેઓએ સંગીત સ્પર્ધામા ભાગ લિધો હતો.

શાળાના વિધ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્પર્ધાઓમા શ્રેષ્ઠ પ્રદર્શન રજુ કરને રાષ્ટ્રીય સ્તરે વિજેતા થવા બદલ શાળાના આચાર્યાશ્રી સોનલ આર મેકવાન, સંગીત શિક્ષક શ્રી અર્જુનભાઈ સી પટેલ, તેમજ શાળાના ટ્રસ્ટ્રીશ્રીઓ તેમજ જિલ્લા વહિવટી તંત્રએ અંભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button