
તા.૨૨.૦૫.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રેલ્વે સ્ટેશનની હદ વિસ્તારમાં એક ૭૫ વર્ષિય અજાણ્યા વ્યક્તિ માલગાડીની અડફેટે આવી જતાં ૭૫ વર્ષિય અજાણ્યા વૃધ્ધનું શરીરે ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગતરોજ દાહોદ રેલ્વે સ્ટેશન વિસ્તારની હદમાં એક ૭૫ વર્ષિય અજાણ્યા વૃધ્ધ વ્યક્તિ રેલ્વે ટ્રેક પરથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે ત્યાંથી એક માલગાડી પસાર થતાં માલગાડીની અડફેટે ૭૫ વર્ષિય વૃધ્ધ આવી ગયાં હતાં જેને પગલે તેઓને હાથે પગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થાનીક રેલ્વે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વૃધ્ધના મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને મોકલી આપવામાં આવ્યાં હતાં. આ સંબંધે દાહોદ રેલ્વે પોલીસ દ્વારા અકસ્માત મોતના ગુનાના કાગળો કરી વૃધ્ધના વાલી વારસની શોધખોળ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે