જંબુસર તાલુકા ના ઢાઢર નદી કાંઠે આવેલ કુંઢળ ગામે ગતરાત્રે કુદરતી હાજતે ગયેલ ૩૦ વર્ષીય યુવાન ઉપર મગરે હુમલો કર્યો.
જંબુસર તાલુકા ના ઢાઢર નદી કાંઠે આવેલ કુંઢળ ગામે ગતરાત્રે કુદરતી હાજતે ગયેલ ૩૦ વર્ષીય યુવાન ઉપર મગરે હુમલો કરતા યુવાન ને હાથ ના ભાગે ઈજા પહોંચતા તેને સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડયો હોવાના તથા કુંઢળ ગામ ખાતે મગરે યુવાન ઉપર કરેલ હુમલા ના પગલે ગામ મા ભય નો માહોલ છવાઈ ગયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકા ના ઢાઢર નદી કાંઠે આવેલ કુંઢળ ગામે રહેતો ગણપતભાઈ ગંભીર ભાઈ રાઠોડ ઉંમર વર્ષ ૩૦ ગતરાત્રે ૧૦ વાગ્યા ના સુમારે તળાવ ની પાળ પાસે કુદરતી હાજતે ગયો હતો.તે દરમ્યાન એક મગરે તેના ઉપર હુમલો કરતા હાથ ના ભાગે ઈજા પહોંચી હતી.મગર ના હુમલા નો ઞણપત રાઠોડે પ્રતિકાર કરતા તે નાસી છુટયો હતો.ઈજાગ્રસ્ત ગણપત રાઠોડ ને સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવતા તેને હાથ ભાગે ઈજા પહોંચી હોય ચાર ટાંકા લેવામા આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે મગરો નુ પિયર ગણાતી ઢાઢર નદી કાંઠે આવેલ ગામ મા મગરે યુવાન ઉપર હુમલો કરતા ગામ મા ભય નો માહોલ છવાઈ ગયો છે.
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ