આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાની 21 વર્ષીય મહિલાને જેઠ દ્વારા રાતના અંધારામાં ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી તો મહિલાએ 181 ટીમની મદદ માગી હતી
મહીસાગર જિલ્લામાં 181 ટીમ ડ્યુટી પર હાજર હતી ત્યારે લુણાવાડા તાલુકાના એક ગામડામાંથી 21 વર્ષીય મહિલાએ 181 પર ફોન કરી જણાવેલ કે મને મારા પોતાના જેઠ દારૂ પીને મારઝૂડ કરે છે પતિ ઘરે હાજર નથી મને તથા મારા સસરાને ઘરમાંથી કાઢી મુક્યા છે અને મારી પાસે નાનું બાળક પણ છે તો મદદની જરૂર છે આવો કૉલ મહીસાગર 181 ટીમ ને મળતા તાત્કાલિક હાજર ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે મહિલાનો પતિ બાર ગામ રહે છે કમાવા માટે ગયા છે અને મહિલાનો જેઠ રોજ દારૂ પીને ઝગડા કરી ખરાબ ગાળો બોલે છે તથા છુટ્ટા પથ્થરો ફેકે છે અને તેમના સસરાને પણ મારઝૂડ કરે છે મહિલા પાસે નાનું બાળક પણ હતું તો ત્રણેય ખેતરમાં છુપાઈ ગયા હતા મહિલા તથા તેમના સસરાને ઘરમાં આવવું નહિ મારુ ઘર છે જો આવ્યા તો મારી નાખીશ તેવી ધમકી તેમના જેઠ આપતા હતા આથી મહિલાના જેઠ સાથે વાતચીત કરી સમજાવ્યા કે આવી રીતે પોતાના પિતાને તથા ભાભી ને હેરાનગતિ કરવી નહિ તથા ખરાબ ગાળો નો ઉપયોગ કરવો નહીં અને હાથ ઉપાડવો નહિ આ વાત થી તેમના જેઠ સમજી ગયા હતા અને તેમના પિતા તથા ભાભી ની માફી માંગી કે હવે પછી કોઈ દિવસ પણ હેરાનગતિ નહિ કરું આથી તેમની વચ્ચે સમાધાન કરવામાં આવેલ અને મહીલાને તથા તેમના સસરાને તેમના ઘરે મુક્યા હતા તથા કાયદાકિય પોલીસ સ્ટેશનની માહિતી આપી આથી મહિલાએ તથા તેમના સસરાએ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો









