DAHODGUJARAT

દાહોદ રેલ્વે સ્ટેશન પર એક લઘુમતિ કોમનો નાબાલીક યુવક ૧૫ વર્ષિય હિન્દુ સગીરા ઘરેથી ભગાડી જતા દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા 

તા.૨૦.૦૫.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રેલ્વે સ્ટેશન પર એક લઘુમતિ કોમનો નાબાલીક યુવક ૧૫ વર્ષિય હિન્દુ સગીરા ઘરેથી ભગાડી જતા દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા

દાહોદ રેલ્વે સ્ટેશન પર એક લઘુમતિ કોમનો નાબાલીક ૧૬ વર્ષિય યુવક તથા તેની સાથે ૧૫ વર્ષિય હિન્દુ સગીરા બંન્ને ઘરેથી ભાગીને ટ્રેનમાં બેસી નાગદાથી મુંબઈ ટ્રેન મારફતે યાત્રા કરી રહ્યાં હતાં ત્યારે ટ્રેન દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચતાં જ્યાં ટીટી રમેશચંદ્ર ગુર્જરને બંન્ને નાબાલીક પાસેથી ટીકીટની માંગણી કરતાં તેઓની પાસે ટીકીટ ન મળતાં ટીટીએ બંન્ને દાહોદ રેલ્વે પોલીસ મથકે લાવી તેઓની સઘન પુછપરછ કરતાં બંન્ને પોત પોતાના ઘરેથી ભાગી જઈ મુંબઈ જતાં હોવાનું જણવતાં આ મામલે રેલ્વે પોલીસે તેઓના વાલી વારસનો સંપર્ક કરી તેઓને તેઓના વાલી વારસને સુપરત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આજરોજ તારીખ ૨૦મી મેના રોજ દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે નાગદાથી મુંબઈ જતી ટ્રેન પહોંચી હતી જ્યાં રેલ્વેના ટીટી દ્વારા આ ટ્રેનમાં મુસાફરી કરતાં મુસાફરોની ટીકીટની ચકાસણી કરવા માટે ટ્રેનમાં ગયાં હતાં જ્યાં એક ૧૬ વર્ષિય નાબાલીક લઘુમતિ કોમનો ઉત્તરપ્રદેશનો રહેવાસી યુવક તથા તેની સાથે ૧૫ વર્ષિય હિન્દુ સમાજની ઉત્તરાખંડની રહેવાસી સગીરા બંન્ને પાસે ટીટીએ જઈ ટીકીટની માંગણી કરતાં તેઓની પાસે ટીકીટ ન હતી જેથી ટીટીએ તેઓની પુછપરછ કરતાં ટીટીને સંતોષકારક જવાબ ન મળતાં બંન્નેને દાહોદ રેલ્વે પોલીસ મથકે લાવ્યાં હતાં. જ્યાં રેલ્વે પોલીસ મથકના જવાબદાર અધિકારીઓ દ્વારા આ બંન્નેની પુછપરછ કરતાં આ દરમ્યાન યુવકે રેલ્વે પોલીસને રૂા.૧૦,૦૦૦ આપવાના પ્રયત્ન સાથે બંન્ને જવા દેવા માટે રેલ્વે પોલીસને જણાવતાં રેલ્વે પોલીસ કર્મચારીને કંઈક અજુગતુ લાગ્યુ હતું ત્યારે રેલ્વે પોલીસ અધિકારીઓ દ્વારા બંન્નેની સઘન પુછપરછ કરતાં આ બંન્ને પોત પોતાના ઘરેથી ભાગીને આવ્યાં હોવાનું જણાવ્યું હતું ત્યારે રેલ્વે પોલીસે આ મામલે બંન્નેના પરિવારજનોનો સંપર્ક સાંધવાના પ્રયત્ન સાથે તેઓના વાલી વારસને સોધવાની તજવીજ હાથ ધરી છે. હાલ બંન્નેને રેલ્વે પોલીસની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે અને રાજકીય દાહોદ રેલ્વે પોલીસે ઇન્દોર પોલીસનો સંપક કરી તેમને સોંપવામાં આવ્યા હતા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button