
આસીફ લુણાવાડા

પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન ના રોજ આજે કિસાન માધ્યમિક વિદ્યાલયમાં મહીસાગર જિલ્લાના ડીવાયએસપી સાહેબ માનનીય વળવી સાહેબ અને સીજે ચાવડા સાહેબ અને લુણાવાડા ટાઉન પીઆઇ ધેનુ ઠાકર સાહેબ કિસાન માધ્યમિક વિદ્યાલય માં ઉપસ્થિત રહી આજે શિક્ષક દિન નિમિત્તે શાળાના આચાર્ય એચ વાય પટેલ સાહેબ નું તથા શાળાના તમામ શિક્ષકો મિત્રોને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું અને સમાજમાં શિક્ષકનું સ્થાન મુઠ્ઠી ઉછેરું છે અને સમાજનો ભાગ્ય વિધાતા છે ગુરુ શિષ્ય પરંપરાઓ અને યાદ કરીને ગુરુનું મહત્વ સમજાવતું દ્રષ્ટાંત પૂરું પાડી શિક્ષકોનું સમાજમાં મહત્વ જળવાઈ રહે તે માટે અનુરોધ કર્યો હતો. શાળાના તમામ શિક્ષકોએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી . શાળાના તમામ સ્ટાફ મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને ચોકલેટ વહેંચીને શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તદ ઉપરાંત મહીસાગર જિલ્લા પોલીસ વિભાગ નો પણ ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.









