
હળવદ રણજીતગઢ ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવયુ
હળવદ: હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં વરૂણભાઈ ગીરીશભાઈની વાડીમાં આવેલ મકાનમાં ગળેફાંસો ખાઈ જતાં સગીરાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ રૈશાબેન શંકરભાઇ સેંગાભાઇ તડવી ઉ.વ.૧૫ રહે. હાલ રણજીતગઢ ગામની સીમમાં વરૂણભાઈ ગીરીશભાઈની વાડીએ તા. હળવદ મૂળ રહે મધ્યપ્રદેશ વાળીને તેમના વતનમા શરદપુનમના મેળામા જવુ હોય અને તેના માતા-પિતાએ કામથી જવાની ના પાડતા મનમા લાગી આવતા ગત તા.૦૧-૧૧-૨૦૨૩ ના રોજ પોતાની મેળે જ વાડીએ આવેલ મકાનના રૂમમા ધાબાના હુકમા દોરડુ(રાઠવુ) બાધીને ગળે ફાસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ મૃત્યુ નોંધ કરી ઘોરણસર કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]








