KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પંથકમાં વહેલી સવારે વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં ઠેર ઠેર પાણી ભરાયાં.

તારીખ ૨૪ જૂન

વાત્સલ્યમ્ સમચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પંથકમાં વહેલી સવારથી વિજળી ના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો જેમા શામળ દેવી ગામમા વૃક્ષો પડવાના બનાવો બનેલ છે કાલોલ તાલુકાના સમા ગામ નજીક આવેલી નર્મદા કેનાલ પર રોડ ઉપર એક વૃક્ષ ધરાશાયી થઈ જતા કેનાલ પર નો ટ્રાફીક જામ થઇ ગયો હતો જોકે વૃક્ષ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ કેનાલ માં એક નીલ ગાય પડી જતા નીલ ગાય નો મૃતદેહ સ્થાનીક તરવૈયા યુવાનોએ મહા મહેનતે બહાર કાઢ્યો હતો. કાલોલ નગરમાં ગોહ્યા બજાર અને નગર પાલિકા વિસ્તાર મા પાણી ભરાઈ જતાં લોકોની અવરજવર મુશ્કેલ બની ગયેલ છે કેટલીક સોસાયટી માં પણ પાણી ભરાઈ ગયા હતા અને આ ધોધમાર વરસાદથી વહેલી સવારે ધમધોકાર વરસાદ પડી જતા કાલોલ શહેરના લોકોએ હાશકારો અનુભવ્યો હતો અને બે દિવસથી સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે અશહ્ય ગરમી અને બફારો અનુભવતા લોકોમાં ખુશી પણ જોવા મળી રહી છે.

[wptube id="1252022"]
Back to top button