૨૧-છોટાઉદેપુર સંસદીય મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક મળી


લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર સંસદીય મત વિભાગ માટે તારીખ ૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે, જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટેની જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત જનરલ ઓબ્ઝર્વરશ્રી ડૉ. સતીષ કુમાર એસ. અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં ૨૧-છોટાઉદેપુર સંસદીય મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક મળી હતી.
આ બેઠકમાં જનરલ ઓબ્ઝર્વરશ્રી અંર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને મતદાન મથક, ઈ.વી.એમ, સ્ટ્રોંગરૂમ, રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર સહિતની ચૂંટણીલક્ષી બાબતો અંગે જરૂરી સૂચનો કરીને માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી આઈ.જી. શેખ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.બી. ચૌધરી, છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારમાં આવતા તમામ વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર









