GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં સ્પર્ધકો ૩૯,૫૬૨ લોકો સહભાગી થયા

જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં સ્પર્ધકો ૩૯,૫૬૨ લોકો સહભાગી થયા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : આરોગ્ય માટે ફાયદા રૂપ એવા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું તબક્કા વાર આયોજન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૩૯,૫૬૨ લોકો આ સ્પર્ધામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા.
આ સ્પર્ધામાં ગ્રામ્ય કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકો હવે તાલુકા કક્ષાએ અને મહાનગરપાલિકા નગરપાલિકા કક્ષાએ વોર્ડ કક્ષાએ વિજેતા થયેલ સ્પર્ધકો ઝોન કક્ષામાં ભાગ લેશે. આ સ્પર્ધાઓ તા.૨૩-૧૨-૨૦૨૩ના રોજ યોજવામાં આવશે.

૧૮૦૦ થી વધુ લોકો તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે

જૂનાગઢ જિલ્લામાં ૨૩મી ડિસેમ્બરે તાલુકા અને ઝોન કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે. સવારે ૮ કલાકે પ્રારંભ થનારી આ સ્પર્ધામાં ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ વિજેતા થયેલા જિલ્લાભરના કુલ- ૧૮૦૦ થી વધુ સ્પર્ધકો ભાગ લેશે.
તાલુકા કક્ષાની સ્પર્ધાઓ જિલ્લાના નવ તાલુકાઓમાં જુદા જુદા સ્થળોએ, જૂનાગઢ મહાનગરપાલિકાની ઝોન કક્ષાની ૮ સ્થળોએ અને નગરપાલિકા કક્ષાની જિલ્લાની ૭ નગરપાલિકાઓમાં યોજાશે.
જૂનાગઢ જિલ્લામાં તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ, નગરપાલિકાક્ષાએ ૨૫૦થી વધુ અને કોર્પોરેશનમાં ૧૫૦થી વધુ સ્પર્ધકો ભાગ લેશે.

[wptube id="1252022"]
Back to top button