AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 327 કેસ, એક દર્દીનું મોત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે જેના પગલે તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 327 કેસ નોંધાયા છે જ્યારે 360 દર્દીઓ સાજા થયા છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે તેમજ અમદાવાદમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આજે અમદાવાદમાં સૌથી વધુ 98 કેસ નોંધાયા છે.

અમદાવાદ જિલ્લામાં 98, વડોદરા જિલ્લામાં 60, સુરત જિલ્લામાં 37, મહેસાણામાં 24, રાજકોટ જિલ્લામાં 17, ગાંધીનગર જિલ્લામાં 9, જામનગર જિલ્લામાં 6, વલસાડમાં 12, મોરબીમાં 12, આણંદમાં 6, પાટણમાં 7, સાબરકાંઠામાં 6, સુરેન્દ્રનગરમાં 5, અમરેલીમાં 4, ભરૂચમાં 4, ભાવનગરમાં 4, બનાસકાંઠામાં 3, નવસારીમાં 3, કચ્છ, પોરબંદર અને પંચમહાલમાં બે-બે કેસ, અરવલ્લી, ગીરસોમનાથ, મહિસાગર અને તાપીમાં એક-એક કેસ નોંધાયો છે.

[wptube id="1252022"]
Back to top button