
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

*ફોર્મ પરત ખેંચવાના દિવસે એક પણ ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યુ ન હતું*
આગામી તા. ૭ મે ના રોજ યોજાનારી ૨૬- વલસાડ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જે હવે સ્પષ્ટ થઈ ચૂક્યુ છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવાના દિવસે વલસાડ બેઠક પરથી એક પણ ઉમેદવારી પત્ર પરત નહીં ખેંચાતા હવે ૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.
૨૬- વલસાડ લોકસભા બેઠક માટે કુલ ૧૦ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા. ગત ૧૯ એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન ૩ ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા હતા. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસે છેલ્લી ઘડી સુધી કોઈપણ ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત નહી ખેંચતા હવે ૨૬- વલસાડ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ૭ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ ખેલાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આ બેઠક પર જંગી બહુમતીથી વિજેતા નિવડ્યા હતા. આગામી તા. ૭ મે ના રોજ યોજાનારી ચૂંટણીમાં મતદારો કોના પર પોતાની પસંદગીનો કળશ ઢોળશે એ તા. ૪ જૂનના રોજ થનારી મતગણતરી બાદ ખબર પડશે.
બોક્ષ મેટર
ફાઈનલ ઉમેદવારોની યાદી
૧. ધવલ પટેલ, ભાજપ
૨. અનંત પટેલ, કોંગ્રેસ
૩. મનકભાઈ શાનકર, બહુજન સમાજ પાર્ટી
૪. જયંતિ શાળું, વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી
૫. ઉમેશ પટેલ, બહુજન રિપબ્લિકન સોશાયાલીસ્ટ પાર્ટી
૬. રમણ પટેલ, અપક્ષ
૭. ચિરાગ પટેલ, અપક્ષ









