
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્ય તથા ભારતીય ચૂંટણી પંચ દ્વારા ૨૫-નવસારી સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વરશ્રી તરીકે શ્રીમતી બી.બી. કાવેરી (IAS), Mob.8866694655 ની નિયુક્તિ કરવામાં આવી છે. ઓબ્ઝર્વરશ્રીને સવારે ૦૯.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધી, સર્કીટ હાઉસ નવસારી ખાતે મળી શકાશે.
નોંધનિય છે કે, સમગ્ર ચૂંટણી પ્રકિયા દરમ્યાન જનરલ ઓબ્ઝર્વર ચૂંટણી પંચનાં આંખ અને કાન તરીકે કાર્ય કરતા હોય છે. ઓબ્ઝ્રર્વરશ્રીનું કાર્ય ચૂંટણી પ્રકિયામાં ખામી શોધવાનું નહી, પરંતુ સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય તે જોવાનું હોય છે. નવસારી જિલ્લામાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી, પારદર્શી તેમજ નિયમાનુસાર પૂર્ણ થાય જેવી તમામ કામગીરી ઉપર જનરલ ઓબ્ઝર્વરશ્રી માર્ગદર્શન આપશે.









