181 મહિલા હેલ્પ લાઇન ટીમ દ્વારા બ્લેકમેઇલ કરતા પુરુષથી તંગ આવી ગયેલ યુવતિને કરાઈ મદદ

તા.22/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
181 મહિલા હેલ્પ લાઇન માં એક અનોખો કોલ આવેલ કે જેમાં મદદ માટે તાત્કાલિક કાઉન્સેલર મધુબેન વાણીયા, મહિલા કોન્સ્ટેબલ ગૌરીબેન મકવાણા તથા પાયલોટ જીગ્નેશભાઈ ગૌસ્વામીએ એક પરિણીત પુરૂષ પાસેથી યુવતીને બચાવી હતી 181 મહિલા હેલ્પ લાઇન ટીમ સ્થળ પર પહોંચીને યુવતીનું કાઉન્સેલિંગ કરેલ તે દરમિયાન યુવતીએ જણાવેલ કે પીડિત યુવતીએ ઓનલાઇન જમવા માટે ઓર્ડર આપેલ જેમાં કેસ ઓન ડિલિવરી હોય ત્યારે યુવતીએ 500 ની નોટ ડિલિવરી બોયને આપી હતી અને ત્યાર બાદ પૈસા ની આપ લેમાં પીડિતા અને તે યુવક વચ્ચે વાતચીત થઈ હતી અને તે એક જ દિવસમાં યુવક યુવતી ફોનમાં વિડિયો કોલમાં વાત કરેલ આમ એક અઠવાડિયું બંનેએ વાતચીત કરેલ એ સમય જતાં વ્હોટસએપ વિડીયો કોલ સ્ક્રીન શોર્ટ રાખી તે યુવક યુવતીના પિતાને મોકલવાની ધમકી આપવા લાગ્યો હતો અને તે પરણીત પુરુષ યુવતી ના જૂના મિત્રનો મિત્ર હોય આથી હવે પીડિતા એની જોડે રિલેશન રાખવા માંગતી ન હતી ત્યારે યુવકે પીડિતાના જૂના મિત્ર પાસેના ફોટા અને વિડિયો છે એવું કહી મળવા અને વાત કરવા ફોર્સ કરવા લાગ્યો હતો પીડિત યુવતીએ બહુ સમજાવેલ પરંતુ તે સમજેલ નહિ અને યુવક નો ત્રાસ એટલી હદે વધી ગયો હતો કે યુવકે યુવતી ને મળવા માટે બોલાવેલ અને બ્લેકમેઇલ કરી યુવતીને બાઇક ઉપર બેસાડી અને કોઈ અવાવરૂ જગ્યાએ લઈ જતો હતો યુવતીને એવું લાગ્યું કે તેમની સાથે કંઇક અઘટિત થવાનું છે આથી તુરંત 181માં કોલ કરી સમસ્યા જણાવાઈ હતી કોલ આવ્યાના તાત્કાલિક પગલાંના ભાગે યુવતી બાઇકમાં પાછળ બેઠા બેઠા ફોન માંથી વાત કરતી હતી અને યુવતી જોડે સરખી વાત થઈ શકે એમ ન હોય આથી યુવતી પાસે વ્હોટસએપમાં લાઈવ લોકેશન મંગાવી યુવતી સુધી પહોંચીને યુવતીને પુરુષ ક્યાંક અજાણી જગ્યાએ લઈ જઈ કઈક અનિચ્છનીય થાય એ પહેલા 181 ટીમ યુવતી સુધી પહોંચી ગયેલ પરંતુ યુવતી હાલ આગળ કોઈ કાર્યવાહી કરવા ન કરવા માંગતા હોય તેથી પુરુષના મોબાઈલમાંથી ચેટ, ફોટોસ, વિડિયોઝ વગેરે ડિલીટ કરાવી અને પુરુષને સબંધ રાખવા દબાણ ન કરવા બાબતે કડકાઈથી કાયદાકીય રીતે સૂચન કરી યુવકે કરેલ ભૂલનું ભાન કરાવ્યું હતું.