
તા.૮/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો અપાયા
Rajkot: રાજકોટ તાલુકાના માલિયાસણ ગામે ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ રાઠોડની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકારની વિવિધ યોજનાઓના પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે યોજાયેલી આ યાત્રાના રથમાં સરકારશ્રીના છેલ્લા દસ વર્ષના વિકાસ કામો અંગે જાણકારી પણ અપાઇ હતી. આ તકે લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ મહાનુભાવો- અધિકારીઓના હસ્તે કરાયુ હતું.
આ યાત્રા ગામમાં પ્રવેશતા ગામના આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયુ હતું. આ યાત્રાના રથમાં સરકારની વિવિધ યોજનાઓનું પ્રદર્શન, પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો. આ તકે ગામના આગેવાનો, અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.