
૩૧.૦૩.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના નવાગામમાં માનસિક અસ્વસ્થ પરિણીતાનું પરિવાર સાથે મિલન કરાવતી 181 અભય મહિલા હેલ્પલાઇન દાહોદ.
એક જાગૃત નાગરિક દ્વારા દાહોદ સિટીના ગામ નવાગામમાંથી 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ અમારા ગામમાં ઘરે એક માનસિક અસ્વસ્થ મહિલા આવેલ છે આથી 181 અભયમ ની મદદ માગી પૂછપરછ કરતા નામ કે કઈ માહિતી આપતા નથી 181 વાન તાત્કાલિક મદદે ઘટના સ્થળ પહોંચી. ગામના વ્યક્તિઓએ જણાવેલ. મહિલા અલગ-અલગ વાતો કરે છે આથી 181 અભયમના કાઉન્સેલર દ્વારા પીડીતા નું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું. તો પીડિતા રડવા લાગીને કહેવા લાગી મને ભૂખ લાગી છે તને જમાડ્યું અને સાત્વના આપેલ. પીડિતા રડતી હતી.પીડિતા ને વિશ્વાસ અપાવેલ. તારા પરિવાર સુધી પહોંચાડીશું . આથી પીડિતા જોડે વાતો કરતા અલગ અલગ જિલ્લાના નામ બતાવ્યા પણ તેણી ભાષા દાહોદની લાગતી હોવાથી વધારે પૂછપરછ કરતા મોબાઈલ નંબર કોઈનો યાદ છે તેવું કહ્યું પીડીતા એ ત્રણ ચાર નંબર તેને લખી બતાવ્યા. એમાંથી એક નંબર તેના પિતાનો હતો 181 ના કાઉન્સેલર એ પીડિતાના પિતાને બધી વાતચીત ફોન પર કરી .તો પીડીતાના પિતાએ જણાવ્યું કે તેમની દીકરીના લગ્ન થઈ ગયેલ છે .બે બાળકો પણ છે ત્રણ દિવસથી ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ છે .તેની માનસિક સ્થિતિ સારી નથી .તો મેન્ટલ હેલ્થ માટેની દવા પણ ચાલુ છે .પણ કહ્યા વગર ઘરેથી નીકળી જાય છે પીડિતાના પિતા કામ માટે બહાર ગયા હોવાથી તેઓ એ પીડિતાના પતિ અને માતાનો સંપર્ક કરાવેલ. પીડીતા મહિલાને તેના પતિ અને માતા (ફેમિલી)ને સહી સલામત સોંપેલ .અને પીડિતાનું ધ્યાન રાખવા જણાવેલ પીડીતા તેની માતા અને પતિને જોઈ ખુશ થઈ રડીને ભેટી પડેલ. પીડિતાની માતા પિતા અને પતિએ 181 અભયમ નો આભાર વ્યક્ત કરેલ









