DAHODGUJARAT

દાહોદ ખાતે પૂજ્ય ઠકકર બાપા ની ૧૫૪ મી જન્મ જયંતિ ની થયેલ ઉજવણી

તા.૨૯.૧૧.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ખાતે પૂજ્ય ઠકકર બાપા ની ૧૫૪ મી જન્મ જયંતિ ની થયેલ ઉજવણી

દાહોદ. આદિવાસી અને વાલ્મિકી સમાજ ના મસિહા પૂ.ઠક્કર બાપા ની ૧૫૪ મી જન્મ જયંતિ ઉજવણી નો કાયૅક્મ ભીલ સેવા મંડળ દાહોદ સંચાલિત શ્રી ભીલ કન્યા આશ્રમ ખાતે ભીલ સેવા મંડળ દાહોદ ના માજી પ્રમુખ અને આજીવન ટ્રસ્ટી  નરસિંહભાઈ હઠીલા વતૅમાન પ્રમુખ શાંતિભાઈ નિનામા. મંત્રી મુકેશભાઈ પરમાર આજીવન સભ્યો ચુનીલાલ હઠીલા. રમણભાઈ હઠીલા વાલચંદભાઈ બીલવાળ.સામાજિક આગેવાન અને રોટરી સેવા સંસ્થાન દાહોદ ના પ્રમુખ ડો નરેશભાઈ ચાવડા. ભીલ સેવા મંડળ ના કારોબારી સભ્યો .શાળા પરિવાર ના સભ્યો ની ઉપસ્થિતિમાં

પૂજ્ય ઠકકર બાપા ની ૧૫૪ મી જન્મ જયંતિ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે પુષ્પાંજલિ અપૅણ કરવામાં આવી હતી આ અવસર પર પૂ.સુખદેવ કાકા પૂ.મોરારજી દેસાઈ. પૂ.લક્ષ્મીકાત.પૂ.ડાહ્યાભાઈ નાયક પણ યાદ કરી તેઓની પ્રતિમાઓ પર પુષ્પાંજલિ અપૅણ કરવામાં આવી હતી.. આ પ્રસંગે ભીલ સેવા મંડળ દાહોદ ના પુવૅ પ્રમુખ નરસિંહભાઈ હઠીલા. વતૅમાન પ્રમુખ શાંતિભાઈ નિનામા. મંડળ ના મંત્રી મુકેશભાઈ પરમાર આજીવન સભ્ય ચુનીલાલ હઠીલા. રોટરી સેવા સંસ્થાન દાહોદ ના પ્રમુખ ડો નરેશ ચાવડા એ પૂ ઠકકર બાપા દ્વારા કરવામાં આવેલ સેવાકાયૅ.ને યાદ કરી સમગ્ર ભારતમાં સેવા ની ધુણી ધખાવનાર પૂ.ઠકકર બાપા એ આદિવાસી અને પછાતવગૅ ના ઉધ્ધાર માટે પોતાનું જીવન સમૅપિત કરયુ હતુ અને તેઓના જીવન પરથી પ્રેરણાદાયી પ્રવૃત્તિ ઓ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતુ આ પ્રસંગે શાળા પરિવાર ના સભ્યો. મંડળ ના કારોબારી સભ્યો ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અપૅણ કરી હતી

[wptube id="1252022"]
Back to top button