અમરેલી સીટી પોલીસની 108 જેવી કામગીરી
ગણતરીની કલાકોમાં કરી સુંદર કામગીરી

અમરેલી સીટી પો.સ્ટે.વિસ્તારમાં થયેલ વાયરલ વિડીયોવાળા ઇસમને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ
યોગેશ કાનાબાર રાજુલા
મે.ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર તથા.અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા નાયબ પોલીસઅધિક્ષક ચિરાગ દેસાઇ નાઓએ અમરેલી જિલ્લામાં બનતા ગુન્હાઓ તથા વાયરલ થતા વિડીયો બાબતે બાબતે તપાસ કરી ગુન્હાને અંજામ આપનારઇસમોને ઝડપી પાડી યોગ્ય કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શીકા આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પોલીસ ઇન્સ.ડી.કે.વાઘેલા નાઓની સુચનામુજબ વિડીયો વાયરલ થયેલ હોય જે બાબતે બીટ ઇન્ચા. એ.એસ.આઇ.એન.કે.જાડેજા નાઓએ બાતમીરાહે હકિકત મેળવી વિડીયોમા દેખાતા ઇસમનેશોધી કાઢી અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરીધોરણસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી
(૧) સાગર ઉર્ફે રઘુ નરશીભાઈ શિયાળ ઉવ.૨૫ હાલ રહે.અમરેલી સહજાનંદ સોસાયટી મુળ રહે.કોડીનાર જી.ગીર સોમનાથ
*પકડવાનો બાકી આરોપી*-
(૧) હરેશભાઇ બાપલુભાઇ વાળા રહે.અમરેલી તા.જી.અમરેલી
*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ ના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.ડી.કે.વાધેલા તથા એ.એસ.આઈ. એન.કે.જાડેજા તથા અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે









