
જં
બુસર જૈન સંઘ અને એલર્ટ ગ્રુપ જે સામાજિક શૈક્ષણિક સેવાઓ અવિરત કરે છે .જૈન સંઘ પ્રમુખ ડોક્ટર રાજેશભાઈ જૈન તથા હોદ્દેદારો સહિત ગરીબ અને જરૂરિયાતમંદોને વખત સેવાઓ પૂરી પાડે છે. આજરોજ 108 ના કર્મચારી મિત્રો કે જે દિવસ રાત જોયા વગર કોઈપણ સમયે 24 કલાક જનતાની સેવામાં અવિરત ખડે પગે ઉભા રહે છે.કોલ મલતાજ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ સેવા કાર્ય કરે છે. તેઓને બિરદાવવા જંબુસર જૈન સંઘ તથા એલર્ટ ગ્રુપના સભ્યો દ્વારા 108 ના કર્મચારી મિત્રોને અનુમોદનના ભાગરૂપે તેઓને પ્રશસતિપત્ર પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે જૈન સંઘ પ્રમુખ ડોક્ટર રાજેશભાઈ જૈન, હોદ્દેદારો યુવા કાર્યકરો હાજર રહ્યા હતા.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





